
Blog article- POWER OF ATTORNEY: 7 IMPORTANT CHANGES FOR REGISTRATION IN GUJARAT-Power of attorney Gujarat: Legal review

પાવર ઓફ એટોર્ની શું હોય છે ?-Power of attorney Gujarat: Legal review
કોઈ વ્યક્તિ તેના નામથી અને તેના વતી કોઈ એક કે એકથી વધારે કાર્યો કરવા માટે અન્ય તેની વિશ્વાસુ અને જ્ઞાની વ્યક્તિને કાર્ય કરવા, સહીઓ કરવા, સંમતિ આપવા, કાર્યવાહી કરવા, વિગેરે જેવા કાર્યો કરવા માટે કાયદામાં દર્શાવ્યા મુજબનો અધિકાર કે સત્તા આપતો કે નિમણુંક કરતો લેખિત દસ્તાવેજ જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી સાથે તૈયાર કરાવીને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પુરી કરીને નોંધણી કરાવે તેને પાવર ઓફ એટોર્ની કહેવાય છે.કાર્યો કરવાનો અધિકાર, સત્તા કે સૂચના આપનારને પાવરદાર તરીકે ઓળખવામાં આવે છે તથા કાર્યો કરવાનો અધિકાર, સત્તા કે સૂચના મેળવનારને પાવર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે પાવર ઓફ અટ્ટોર્નીના આધારે છળ-કપટ અને વિશ્વાસઘાતના બનાવો ઉત્પ્પન થવા લાગેલા છે જેના કારણે જમીન-મિલકત ની તકરારોના સંજોગો અને શક્યતાઓ વધતી રહી છે. આવી પાવર ઓફ અટ્ટોર્ની મોટેભાગે નોંધણી વગરની અથવા નોટરાઇઝડ હોવાથી તેના દુરુપયોગની શક્યતાઓ ખુબ વધારે પ્રમાણમાં રહેલી છે જેને ગુજરાત સરકારે ધ્યાને લઈને બીનનોધાયેલ અથવા નોટરાઇઝડ અથવા નોંધાયેલ પોર ઓફ અટ્ટોર્ની ને લઈને ઉત્પન્ન થતી તકરારો ના નિવારણ માટે અથવા આવી તકરારો ઉપર અંકુશ મેળવવા માટે ગુજરાત રાજ્ય સરકારે નોંધણી (ગુજરાત સુધારા અધિનિયમ-2018) થી નવો કાયદો તારીખ 10/07/2020થી અમલમાં મુકેલ છે ગુજરાત રાજ્ય સરકારે સુધારેલ કાયદાના સરળ પાલન માટે માર્ગદર્શિકા પણ બહાર પાડેલ છે. ગુજરાત રાજ્ય સરકારે પાવર ઓફ અટ્ટોર્ની અંગે બહાર પાડેલ માર્ગદર્શિકાની મારી સમજ પ્રમાણે ચર્ચા નીચે કરું છું.

Power of attorney Gujarat: Legal review નોંધણી (ગુજરાત સુધારા અધિનિયમ-2018)ની કલમ-1ની પેટા કલમ-2 મુજબ આ સુધારેલા કાયદાનો અમલ તારીખ 10-07-2020:થી શરુ કરવાનો છે એટલે કે નોંધણી (ગુજરાત સુધારા અધિનિયમ-2018) નો કાયદો તારીખ 10-07-2020થી લાગુ થતો હોવાથી આ તારીખ પહેલા પાવર ઓફ અટ્ટોર્નીને આધારે થયેલા વ્યવહારોને આ નવો સુધારેલો કાયદો લાગુ પડતો નથી એટલે કે તારીખ 10-07-2020 પહેલા રજુ થયેલા દસ્તાવેજોના કિસ્સામાં જૂનો કાયદો લાગુ થશે.

નોંધણી (ગુજરાત સુધારા અધિનિયમ-2018)ની કલમ-17(1) માં જણાવ્યા મુજબ પાવર ઓફ અટ્ટોર્નીના દસ્તાવેજનો વ્યાપ વધારવામાં આવ્યો છે જેમાં કબ્જા સાથેના પાવર ઓફ અટ્ટોર્નીના લેખનો વ્યાપ વધારીને સ્થાવર મિલકતના વહીવટ, સંચાલન/વ્યવસ્થા, અને અથવા કોઈપણ પ્રકારે અન્ય બીજી કોઈ વ્યક્તિના નામે કરવાની સત્તા/અધિકાર આપતા પાવર ઓફ અટ્ટોર્નીના દસ્તાવેજને ફરજિયાતપણે નોંધણીપાત્ર ઠરાવેલ છે જે મુજબ

2.1 તારીખ 10-07-2020ના રોજ કે તે દિવસ પછી સહી થયેલા સ્થાવર મિલકતના વહીવટ, સંચાલન/ વ્યવસ્થા, અને અથવા કોઈ પણ પ્રકારે બીજી વ્યક્તિના નામે મિલકત ટ્રાન્સફર કરવાની સત્તા આપેલી હોય તેવા પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડરને આપવાને લગતા પાવર ઓફ અટ્ટોર્નીના લેખની સબ-રજીસ્ટાર સમક્ષ નોંધણી કરાવેલ હોય તો જ તેના આધારે નોંધણી માટે રજુ થયેલ અન્ય દસ્તાવેજમાં સહી- મત્તુ કરીને તથા જરૂરી નોંધણીની પ્રક્રિયા પુરી કરીને પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડર મારફત નોંધણી માટે દસ્તાવેજ રજૂ થઇ શકશે।

2.2. નોંધણી અધિનિયમની કલમ-28 માં જણાવ્યા મુજબ તેમાં પાવર ઓફ અટ્ટોર્ની ના લેખનો સમાવેશ થતો નહિ હોવાથી તેને કાર્યક્ષેત્રનો બાધ નડતો નહિ હોવાથી આવા પ્રકારના પૉવેર ઓફ અટ્ટોર્ની ના લેખ રાજ્ય/ભારત ની કોઈપણ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં (પાવર આપનાર વ્યક્તિ સામાન્યપણે જ્યાં રહેતી હોય ત્યાં ) નોંધણી થયેલ હોય તો તેના આધારે દસ્તાવેજની નોંધણી કરી શકાશે, પરંતુ અનિવાર્ય સંજોગો જેવા કે ગંભીર માંદગી,, અન્ય સ્થળે ઘણા સમયથી નોકરી/વસવાટ, હોસ્પિટલાઇઝેશન, જેલવાસ, લશ્કરી/અર્ધ લશ્કરી દાળોમાં મિલ્કતથી દૂર-દૂરના સ્થળે ફરજ વિગેરે ) સિવાય શક્ય હોય ત્યાં સુધી જે સબ- રજીસ્ટાર કચેરીના કાર્યક્ષેત્રમાં તે મિલકત આવેલી હોય તે કચેરીમાં તેની નોંધણી કરાવવી ઇચ્છનીય છે તેવી પક્ષકારોને સમજ આપવી।

2.3. પરંતુ પોતાની કચેરી સિવાયની સબ- રજીસ્ટાર ફચેરીમાં નોંધણી થયેલ પાવર ઓફ અટ્ટોર્ની ખરેખર તે કચેરીમાં નોંધણી થયેલ છે કે કેમ ? તેની ખાતરી કરીને જ દસ્તાવેજની નોંધણી અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે।

2.4. પોતાના કાર્યક્ષેત્ર બહારની મિલકતના કોઈપણ જનરલ પાવર ઓફ અટ્ટોર્નીના લેખમાં નોંધણી અધિનિયમની કલમ -33ના હેતુનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નહિ હોય તો તેવા પાવર ઓફ અટ્ટોર્નીની નોંધણી સબ- રજીસ્ટાર દ્વારા કરી નહિ શકાય।

2.5. વિદેશમાં સહી થઈને આવેલા પાવર ઓફ અટ્ટોર્નીનો લેખ સબંધે મિલકતના માલિકે લખી આપનાર તરીકે જે દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય તે દસ્તાવેજમાં પોતે જાતે સહી કરીને તે દસ્તાવેજની રજુઆત તથા કબૂલાત આપવા માટે તેની સામે પાવર ઓફ અટ્ટોર્નીનો લેખ પણ વિદેશમાં નોંધણી અધિનિયમની કલમ-33માં જણાવેલ વ્યકિત /અધિકારી સમક્ષ સહી કરી દસ્તાવેજ તથા પાવર ઓફ અટ્ટોર્ની બંને સાથે મોકલી આપેલ હોય ત્યારે નોંધણી અધિનિયમની કલમ-33 મુજબ કાર્યવાહી કરવાની રહે છે. આવા કિસ્સામાં ગુજરાત સ્ટેમ્પ કાયદો-1958ની કલમ-18 મુજબનો સ્ટેમ્પ લગાવીને નોંધણી કરવાના દસ્તાવેજમાં તથા પાવર ઓફ અટ્ટોર્નીના લેખ, તેવા પાવર ઓફ અટ્ટોર્નીના આધારે નોંધણી અધિનિયમની કલમ-26થી ઠરાવેલ સમયમર્યાદામાં દસ્તાવેજની રજુઆત તથા લખી આપનાર વ્યક્તિની સહીની કબૂલાત પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડર આપશે.

2.6. વિદેશમાં સહી થઈને આવેલા જનરલ પાવર ઓફ અટ્ટોર્નીનો લેખમાં નોંધણી અધિનિયમની કલમ-33ના હેતુઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નહિ હોય તો તેવા પાવર ઓફ અટ્ટોર્નીના લેખ આધારે પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડર દ્વારા સહી/મત્તુ થયેલ દસ્તાવેજ નોંધણી થઇ શકશે નહિ. પરંતુ તેવા જનરલ પાવર ઓફ અટ્ટોર્નીના લેખમાં નોડની અધિનિયમની કલમ-33 ના હેતુનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો તે જનરલ પાવર ઓફ અટ્ટોર્નીના લેખને પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડર ઉપર જણાવ્યા પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી અંગેની કાર્યવાહી પુરી કરી નિયત સમયમર્યાદામાં જે સબ રજીસ્ટાર કચેરીના કાર્યક્ષેત્રમાં તે મિલકત આવેલી હોય તે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી, પાવર ઓફ અટ્ટોર્ની આપનારની સહીની કબૂલાત આપી તેની નોંધણી કરાવી શકશે અને આવી નોંધણી થયા બાદ તે પાવર ઓફ અટ્ટોર્નીના લેખના આધારે પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડેર દસ્તાવેજમાં સહી/મત્તુ કરી નોંધણી માટે રજૂ કરીને નોંધણી કરાવી શકશે

2.7. રાજ્ય બહાર પરંતુ ભારતમાં સહી થયેલા પાવર ઓફ અટ્ટોર્નીના આધારે દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય ત્યારે પણ ઉપર જણાવ્યા પ્રમાણેની સૂચનાઓ જોઈતા ફેરફાર સાથે લાગુ પડશે આવા કિસ્સામાં સ્ટેમ્પ અધિનિયમની કલમ-19 વંચાણે લેતા જો તેમાં રાજ્યમાં પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યૂટી કરતા ઓછો સ્ટેમ્પ લગાડેલો હોય ત્યારે તેના પર ખૂટતો સ્ટેમ્પ લગાડાવીને ઉપર જણાવેલ કાર્યવાહી કરવા પક્ષકારને સૂચના આપવી અને તેમ થયેથી તેવા પાવર ઓફ અટ્ટોર્ની આધારે દસ્તાવેજની નોંધણી કરી શકાશે

આમ, વિદેશમાં રહેતા જમીન/મિલકતના માલિકોએ ભારત દેશમાં આવેલ પોતાની મિલકતો અંગે વહીવટ, વ્યવસ્થા નિકાલ કરવા માટે પાવર ઓફ અટ્ટોર્ની આપવા બાબત અને તે આપ્યા પછી તેવા પાવર ઓફ અટ્ટોર્નીને નોંધણી કરાવવા માટે ઉપર બતાવ્યા મુજબની પ્રક્રિયા અનુસરવી હવે ફરજીયાત થઇ ગયેલ છે, તેવી કાર્યવાહીઓ દ્વારા નોંધણી કાર્યવાહી પુરી થયેલ હોઈ માત્ર તેવા જ પાવર ઓફ અટ્ટોર્ની આધારે જ પાવર ઓફ અટ્ટોર્ની હોલ્ડર તેવી જમીન/મિલકત અંગે જરૂરી કાર્યવાહીઓ મૂળ મલિક વતી કરી શકશે।
Read alsohttps://askbylaw.com/wp-admin/post.php?post=2692&action=edit

LIVE LIFE KING SIZE
Unknown




Founder And Main Partner of Askbylaw Associates







www.Askbylaw.com is owned and managed by Certified Advocate Viren S. Dave. Advocate is a unique platform intended for general informational purposes and legal awareness. It does not provide legal advice or engage in solicitation of legal services, and users relying on its content do so at their own risk. The owner of Advocate Viren S. Dave and VIRA Law Firm is not liable for any outcomes arising from the use of this information. Users needing legal advice or services must consult Advocate Viren S. Dave by appointment.